Tuesday, 8 March 2011

ગુજરાતી શાયરી

હતા જયારે સાથે ત્યારની વાતો યાદ આવે છે
તમે ભૂલી જાવ પણ તમારી દોસ્તી યાદ આવે છે
હ્સીખુસી અને મસ્તી નાં પલ કોને નાં સતાવે
વીતેલા કાલ ની વાતો આજે યાદ આવે છે

 

દિન રાત દિલ માં રહો છો તમે,
કહો કેમ આટલો સાથ તમારો ગમે છે મને,
દિલ પર મુકીને હાથ સાચું કહેજો,
દિવસ માં કેટલી વાર યાદ કરો છો મને? 

 

લઇ લઈશ પછી હું સર્વે ગમ તમારા,
તમારા દર્દને હું ગની લઈશ મારા,
મારા સુખો સમર્પી દઈશ હું તમને,
મારા નામ પર લખી દઈશ સિતારા

 

મિત્રતા ના હસ્તાક્ષર કોઈ ઉકેલી નથી શકતું
એમાં જોડણી ની ભૂલ કોઈ, સુધારી નથી શકતું
ખુબ સરળ હોય છે વાક્યરચના પણ
પૂર્ણ વિરામ કોઈ મૂકી નથી શકતું.

 

 

 

No comments:

Post a Comment