છલકી રહ્યો સ્વાર્થ આજની દુનિયાદારીમાં,
મન મારું આજ રાચી રહ્યું કોઈના સ્વાર્પણમાં
કોઈ સંગત ભૂલાવે આજ સર્વસ્વને જાણે,
સ્વને વિસરાવું સહજ આજ કોઈના સંગમાં
ખબર મને એની એટલી કે
કદરની નહિ આશ
છતાં સમર્પણ વહી રહ્યું આ એના નિસ્વાર્થમાં
ભાવ આપનો નિસ્વાર્થ નથી એનો કોઈ માપ
લાગે છે, છોડી દઊં સંબંધો માત્ર જે સ્વાર્થના
ઝંખના બસ એટલી, મળે નિર્મળ સંગજીવનમાં,
મારું ને તારું ભૂલાય,
બનીએ યાત્રી એક ધામના

ખુશ્બુ જી આપ લેખિકા હોવ અને આપની રચનાઓ પ્રકાશિત કરવા ઇચ્છતા હોવ તો સંપર્ક કરવા વિનંતી.
ReplyDelete