Friday, 4 March 2011

ક્ષેમકુશળ છે શાયર…

છાની છપની ચણભણ ને હોબાળા વચ્ચે, ક્ષેમકુશળ  છે શાયર લોહીઉકાળા વચ્ચે ! આજ  નહીં  તો કાલે એણે  ભરવા પડશે, ભડભાદર છે,  તાણે સોડ ઉચાળા વચ્ચે ! થીજેલા શબ્દો પણ એને કામ ન આવે, ઉષ્મા ક્યાં છે? પૂછે ધોમ ઉનાળા વચ્ચે ! એનું સાચું  સરનામું  આ, ક્યાંક લખી લો મળતાં મોતી છીપ અને પરવાળા વચ્ચે ! [...]

No comments:

Post a Comment