વરસાદથી ગીચ વનરાજીમાં આ ધરાએ આદી માનવો, પ્રાણીઓ અને પંખીઓ જંગલમાં સહવાસી હતા. બુધ્ધી બળે માણસ જગત પર આધિપત્ય જમાવતો ગયો.
ઘણા સંશોધનો કર્યા છતાં ક્રૂરતાનું શમન કરવામાં સદા પાછળ પડતો ગયો અને
આજે સામૂહિક વિનાશના હથિયારોથી ક્યારે માનવતા ભૂલી જશે એ કહેવાય નહીં.
આજે જંગલનો સિંહ પોતાનો સાથ છોડી ગયેલા માનવોના સમાચાર જાસૂસ પાસેથી
મેળવે છે એ અહેવાલ માણીએ…
.
સિંહ રાજા જ બોલ્યા…રમેશ પટેલ(આકાશદીપ)ઘણા સંશોધનો કર્યા છતાં ક્રૂરતાનું શમન કરવામાં સદા પાછળ પડતો ગયો અને
આજે સામૂહિક વિનાશના હથિયારોથી ક્યારે માનવતા ભૂલી જશે એ કહેવાય નહીં.
આજે જંગલનો સિંહ પોતાનો સાથ છોડી ગયેલા માનવોના સમાચાર જાસૂસ પાસેથી
મેળવે છે એ અહેવાલ માણીએ…
છંદ– ભુજંગી
ભરીને સભા સિંહ રાજા જ બોલ્યા
તમે શું સમાચાર જાસૂસ લાવ્યા
અહીંથી ગયા માનવો સાથ છોડી
જણાવો બંધુના હાલ કેવા?
સુણો રાજ, વાતો નિહાળી જ આંખે
ધરી વેશ સજ્જનત ઘૂમતા એ
ઠગે સિફતે ચાલ ચાલી ભલાની
મહાલે બની લોક નેતા રૂઆબે
થયા માનવો દાનવો વેર ભૂખ્યા
સમૃધ્ધિ વધી સ્નેહના વેણ સૂક્યા
ન લાગે જ કોઈ શર્મ ધર્મ ઓથે
હણે એ કરીને ધડાકા જ ચૌટે
કળી કાળ ચાલે થઈને સવાયો
મળે નીર જો દોકડા દો તમે તો
ગઈ આજ સંવેદના તો સંતાઈ
કહે આવ પૈસા થકી તો સગાઈ
ચઢી વ્યોમે ઊંચે મથે માપવા એ
રહે કોણ પાડોશમાં ના તથા લે
ગઈ ગૃહમાંથી જ છૂટી મર્યાદા
‘દિ ધોળે જ લૂંટાય લોકો ઘરોમાં
જગે કોણ મોટું? જંગલી સદીમાં
ગયા આપણે ઈલકાબો જ હારી
કહું દુઃખ સાથે થયા એ વિજેતા
ગયા રાજવી ઈલકાબો વનોના
હવે આશ કોઈ જ પાકે જ ગાંધી
અહિંસા થકી એ જગાવે જ આંધી
સુણી વાત દે સિંહ રે તાવ મૂછે
વ્યથા વેર પાઠો જ શીખ્યા વધારે
ન લાભ્યા જુઓ સાથ છોડી અમારો
રે પાછા વને માનવો રે પધારો(૨)
No comments:
Post a Comment