શબ્દમાંથી અર્થ છૂટા થાય છે, વેદના શું એ હવે સમજાય છે. કોણ એને ઝાંઝવા સિંચ્યા કરે, રોજ રાત્રે સ્વપ્ન એક ફણગાય છે. રેત ને પગલાંનું ચાલે સંવનન, એટલે મંઝિલ હવે અટવાય છે. આંખ મારી એક એવો કોયડો, જામ ખાલી છે છતાં છલકાય છે. શૂન્યતાની આગમાં પીગળી જશે, લાગણીઓ જે મહીં રૂંધાય છે. મારી ભીતર કેટલું
No comments:
Post a Comment