પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી સ્વયં નાવ તોફાની ક્યારે હતી મને છોડી દેતા તને કષ્ટ શું જણસ સાવ સોનાની ક્યારે હતી નદી જેમ ઊંચેથી પટકાઉં પણ જગા કોઇ મોભાની ક્યારે હતી તમાશા બતાવે બધી બારીઓ સડક એની પોતાની ક્યારે હતી હતા સાત પરદા થવા રૂબરૂ ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી – ચિનુ મોદી
No comments:
Post a Comment